Top

Welcome To Aryan Charitable Trust

Now Aryan Charitable Trust Going to Work For the Government Yojana, Education & Employment. Also many Social Services doing by this Trust.

02

Help to Each Other

Member Diary

03

View Our Events

Social Activities

ભગવાન પરશુરામ શિક્ષણ સહાય યોજના

નચિકેતા વિધાર્થીઓને સહાય મેળવવા માટેના નિયમો

ધોરણ ૧૨ પછી ભારતની દેશની કોઈ પણ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે કોઈ પણ સમાજના આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવા ખૂબ જ હોશિયાર અર્થાત નચિકેતા જેવા વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે.

ધોરણ ૧૨ પછી કોલેજમાં જે કોર્ષમાં પ્રવેશ મેળવવાનો હોય તે કોર્ષમાં સરકારના નિયમ મુજબ જે રીતે મેરીટની ગણતરી થતી હોય તે રીતે ૭૫% કે તેથી વધુ મેરીટ થવું જોઈએ. અથવા કોઈ પ્રવેશ પરીક્ષાના આધારે મેરીટ ગણવાનું હોય તેવા કિસ્સામાં પ્રવેશ પરીક્ષાના કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૭૦% ગુણ હોવા જરૂરી રહેશે. અથવા એડમિશન પ્રવેશનો જનરલ સ્ટેટ મેરીટ રેંક ૫૦૦૦ સુધીનો હોવો જોઈએ. (આ કિસ્સામાં વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા ૫૦,૦૦૦ કે તેથી વધુ હોવા જોઈએ)

કોલેજનો અભ્યાસ ચાલુ હોય અને વચ્ચેથી આર્થિક સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને જે કોર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા કોર્ષના કેટેગરીમાં ખૂબ જ હોશિયાર ગણી શકાતા હોય તેવા કિસ્સામા આ આર્થિક સહાય આપવામાં આવશે. પરંતુ મુદા નંબર – ૨ અનુસરાતો હોવો જોઈએ.

વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દર વર્ષે ઉપર્યુક્ત મુદા નંબર – ૩ મુજબના વાર્ષિક પરીણામના આધારે નિર્ણય લઈને આર્થિક સહાય આપવામાં આવશે.

કોલેજની વાર્ષિક ફીસના ૫૦% થી ૭૦% સુધીની ( ૧ લાખ રૂપિયાથી વધારે નહીં ) રકમની આર્થિક સહાય કરવામાં આવશે.

વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિની સમીક્ષા તેમના ઘર/ઘરની સામગ્રી/સાધન-સંસાધનો/ કમાનાર વ્યક્તિઓના આધારે કરવામાં આવશે.

કલાસ – ૧,૨,૩ એમ કોઈ પણ વર્ગની અને કોઈ પણ ક્ષેત્રની સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મુદા નંબર – ૨ મુજબ ૬૦% અને મુદા નંબર – ૩ મુજબ હોશિયાર/મધ્યમ હોશિયાર ગણી શકાતા હોય તેવા વિદ્યાર્થીઓને ફક્ત ૧ વાર ટોટલ ટ્યુશન ફીસના ૫૦% થી ૭૦% સુધીની (૧ લાખ રૂપિયાથી વધારે નહિ) રકમની આર્થિક સહાય કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને જે પણ આર્થિક સહાય આપવામાં આવે છે તે રકમ તેઓના અભ્યાસ પૂર્ણ થયા પછી વધુમાં વધુ ૪ વર્ષમાં કોઈ પણ પ્રકારની વધારાની રકમ ઉમેર્યા વગર એક જ વખતમાં સંસ્થાને પરત કરવાની રેહશે.

Nachiketa Details

# Name Residence Area Study Run Received Scholarship College
1 SHROF JINAL PIYUSH KUMAR NARODA, AHMEDABAD MBBS 1 time GMERS MEDICAL COLLEGE, HIMMATNAGAR
2 PARMAR PRINCE KISHOR BHAI SURELIYA-AMRAIWADI, AHMEDABAD C.A 2 time NAVKAR DIGITAL INSTITUTE PVT LTD
3 PATEL DRASTIBEN NITINKUMAR VASTRAL, AHMEDABAD MBBS 2 time DR KIRAN C. PATEL RESARCH INSTITUTE BHARUCH
4 RAJPUT PURVISHA PRAKASH KR ODHAV, AHMEDABAD MBBS 1 time GMERS MEDICAL COLLEGE, VADNAGAR
5 PATEL JEEL FULESH KUMAR NANA CHILODA, AHMEDABAD MBBS 1 time SHANTABA MEDICAL COLLEGE AMRELI
6 NIMBARK MEET JAYESHBHAI VIRAMGAM, AHMEDABAD C.A 1 time THE INSTITUTE OF CHARTERD ACCOUNTANTS OF INDIA
7 VYASH VRUKSHAL NILESH BHAI NARODA, ABAD C.A 1 time J.K SHAH CLASSES, NIKOL

Board Members

Akash Patel
Managing Trustee / President
Priyank Patel
Trustee
Apurva Patel
Trustee

You Can Help The Poor With Us