આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ 2012 થી વસ્ત્રાલ વિસ્તારથી શરૂ કરી ને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત છે.
આવનારા સમય માં આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ નું મુખ્યત્વે કાર્ય,
ગુજરાત તેમજ ભારત સરકાર ની તમામ સરકારી યોજનાઓ ની માહિતી Personal What’s App મેસેજ દ્વારા લોકો સુધી પોહચાડવી ઉપરાંત સરકારી યોજનાથી લોકો ને લાભાન્વિત કરવા માટે સરકાર, પ્રશાસન અને પ્રજા ની વચ્ચે સેતુરૂપી કામગીરી કરશે. (અર્થાત ફોર્મ આપવું, ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ક્યાં જમા કરાવવું એવી તમામ માહિતી પુરી પાડવી તેમજ કેમ્પો નું આયોજન કરી ને સહાયરૂપ બનવું)
કોઈ પણ પ્રકાર ના દાન, સહાય માં શિક્ષણ સહાય સર્વોત્તમ છે.
કારણકે શિક્ષણ સહાય થકી જે પણ વિદ્યાર્થી ને સહયોગ મળે તે આવનારા સમય માં સક્ષમ બને ત્યારે અન્ય ને સહાય કરી ને શિક્ષણ સહાય ની ચેનલ ને આગળ વધારી શકે છે.
ઉપરાંત શિક્ષિત વ્યક્તિ ખરેખર સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી નીવડી શકે છે.
જેથી આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દર વર્ષે નિશ્ચિત જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ (આશરે 100 વિદ્યાર્થીઓ) ને શૈક્ષણિક રીતે સહયોગ કરશે.
ઉપરાંત દરેક સમાજ ના યુવાનો ને સરકારી નોકરી ની તૈયારી માટે સર્વ સમાજ કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ બનાવી ને રાહતદરે સરકારી ટ્યુશન કલાસ શરૂ કરવામાં આવશે.
આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ ના મેમ્બરો ને રોજગાર-વ્યાપાર સહાય માટે અકેબીજા ને સાંકળવાનું સેતુરૂપી કાર્ય કરી ને આર્થિક રીતે સહાયરૂપ બનવું.
જેના માટે Business Meet નું આયોજન કરવું.
1) આકાશ પટેલ – પ્રમુખ / મેનેજીંગ ટ્રસ્ટી
2) પ્રિયંક પટેલ -ટ્રસ્ટી
3) અપૂર્વ પટેલ – ટ્રસ્ટી